દિવાળીના જોક્સ
બેસતા વર્ષના દિવસે એક મિત્રને ત્યાં ગયો..
એણે ડ્રાયફ્રુટ લાવીને મુક્યા અને ચા લેવા અંદર જતો રહ્યો..
હું મુઠ્ઠી ભરીને કાજુ ખાવાનો જ હતો ત્યાં મારી નજર સામે લગાડેલા CCTV કેમેરા ઉપર પડી..
કેમેરા જોઈને પુરી સભ્યતાથી એક જ કાજુ ખાધું..
ચા લઈને આવ્યો એટલે મેં પુછ્યું, કેમેરા કેટલામાં લગાવડાવ્યો..?
તો કહે.. ડમી છે..!
દર દિવાળીએ હું ડ્રોઇંગ રૂમમાં લગાવડાવી જ દઉં છું..!
😃😄😃🤪
Comments
Post a Comment