Posts

RTO નો નવો નિયમ

RTO નો નવો નિયમ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં. નહીં તો જેના નામની ઞાડી હશે એને જેલ થઈ શકે છે. આ સાંભળીને અમુક લોકોએ ઞાડીઓ પોતાની પત્નીઓના નામે કરી લીધી છે, અને છોકરાઓને કહી દીધું છે કે, તમ તમારે ચલાવો, ટેન્શન ન લેતા. 😂😂😂🤪🤓😋😉

પતિ પત્ની જોક્સ

મારા એક કર્મકાંડી પંડિત મિત્રને શારીરિક ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં મળવા ગયા. મેં પુછ્યું : શું થયું હતું ? કેવી રીતે વાગ્યું? પંડિતજી બોલ્યા : શું વાત કરું કરવા ચોથની સાંજે ધાબા ઉપર તારી ભાભી મારી પુજા કરતી હતી તો આદત મુજબ મારાથી બોલાઈ ગયું કે,  ઉતાવળ કરજો હજી મારે બે ત્રણ જગ્યાએ જવાનું છે... 😂😃😇😆😂

દિવાળીના જોક્સ

બેસતા વર્ષના દિવસે એક મિત્રને ત્યાં ગયો.. એણે ડ્રાયફ્રુટ લાવીને મુક્યા અને ચા લેવા અંદર જતો રહ્યો.. હું મુઠ્ઠી ભરીને કાજુ ખાવાનો જ હતો ત્યાં મારી નજર સામે લગાડેલા CCTV કેમેરા ઉપર પડી.. કેમેરા જોઈને પુરી સભ્યતાથી એક જ કાજુ ખાધું.. ચા લઈને આવ્યો એટલે મેં પુછ્યું, કેમેરા કેટલામાં લગાવડાવ્યો..? તો કહે.. ડમી છે..! દર દિવાળીએ હું ડ્રોઇંગ રૂમમાં લગાવડાવી જ દઉં છું..! 😃😄😃🤪